Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના મોત:ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમાં મહેમદાવાદ તાલુકાના છાપરા ગામના સી.એન.જી ગેસ પંપ પાસે અને નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતોના બંને બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે  જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી છે.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ધોડાસર રબારીવાસ પાછળ રહેતા જશવંતભાઇના ભાઇ વિજયભાઇ તેમા મિત્ર સાથે ખેડા થી મહેમદાવાદ પરત આવી રહ્યા હતા. તે સમયે તેઓ છાપરા ગેસ પંપ પાસે પસાર થઇ રહ્યા હતા તે સમયે એક મોટર સાયકલ ચાલકે  અડફેટ મારી હતી. જેથી વિજયભાઇ અને તેના મિત્ર અને સામેના મોટર સાયકલ સવાર પર સવાર બંને વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી. આ બાદ ઘવાયેલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે મહેમદાવાદ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યા વિજયભાઇને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ રીફર કર્યા હતા. આ બનાવ અંગે જશવંતભાઇ ફુલાભાઇ ચૂનારાએ મહેમદાવાદ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(6:27 pm IST)