Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

વડોદરામાં દિવાળીની ધૂમ ખરીદી : લહેરીપૂરા વિસ્તાર, ન્યાય મંદિર વિસ્તાર,મંગલ બજાર ખાતે ગ્રાહકોની ભીડ

લોકો પાકિટ માર અને ડુપ્લીકેટ પોલીસથી સાવધાન રહે. કોવિડના નિયમોનું પાલન કરવા જાહેરાત કરાઈ

વડોદરા :શહેરમાં લોકો દિવાળીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.  મોટી સંખ્યામાં ગ્રાહકો પરીવાર સાથે ખરીદી કરી રહ્યા છે. લહેરીપૂરા વિસ્તાર, ન્યાય મંદિર વિસ્તાર, મંગલ બજાર ખાતે ગ્રાહકોની ભીડ છે લહેરીપૂરા પોલીસ દ્વારા માઇક પર સતત જાહેરાત કરવામાં આવી રહી છે કે  લોકો પાકિટ માર અને ડુપ્લીકેટ પોલીસથી સાવધાન રહે. કોવિડના નિયમોનું પાલન કરવા જાહેરાત કરાઈ રહી છે.માસ્ક વગરના લોકોને 1000 રૂપિયાના દંડની પણ જાહેરાત કરવામાં આવી હતી.

(12:26 am IST)