Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

નર્મદા જિલ્લામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટ નિરાધારોને રોજગારી આપવા આગળ આવ્યો : 5 લાભાર્થીઓને લારી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ રાજપીપળા ખાતે પાંચ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી કે ડી ભગત, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને "નોંધારાનો આધાર "પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ પટેલ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટ ના સદસ્યોમાં ગુંજન ભાઈ મલાવીયા, તેજસભાઈ ગાંધી વગેરે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમની ઉપસ્થિતિમાં આ પાંચ જેટલી કેન્ટીન માટેની લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હવે ગરીબ અને નિરાધારોની રોજગારી આપવા માટે તરફ આગળ વધી રહ્યો છે જેમાં નોંધારા પરિવારો પોતાના પગ ઉપર ઊભા થાય અને રોજગારી મેળવતા થાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે  રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી કચેરી પાસે સખીમંડળની બહેનોને પાંચ જેટલી હાથ લારીની વિતરણ કરવામાં આવ્યું હતું.
આ લારીઓ આદિજાતિ વિકાસ વિભાગ ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આપવામાં આવી હતી.

(10:33 pm IST)