Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજપીપળા શહેરમાં ડુક્કારો વધતા ખેતરોમાં પાકને નુકશાન,રહેણાક મકાનો પાસે રમતા બાળકોમાં ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઘણા લાંબા સમય થી અદ્ર્શ્ય થઈ ગયેલા ડુક્કર થોડાક સમયથી રાજપીપળા સહિત આસપાના ગામોમાં દેખાતા ધરતીપુત્રોનાં ખેતરોમાં વાવેલા પાકનું નુકશાન થવાની શકયતા જણાઈ છે સાથે રાજપીપળા સિંધીવાડ સહિત નાં કેટલાક વિસ્તારોમાં રહેણાક મકાનો ની નજીક ફરતા ડુક્કરો ક્યારેક બાળકો ને બચકા ભરી નુકશાન કરે તેવી પણ ભિંતી સેવાઈ રહી છે
જોકે ઘણા વર્ષો પહેલા નર્મદા જિલ્લામાં ડુક્કરોની વસ્તી ઘણી વધુ જોવા મળતા અનેક ખેડૂતો નાં ખેતરો માં ઘુસી પાકને નુકશાન કરતા હતા ત્યારબાદ અદ્ર્શ્ય થઈ ગયેલા આ ડુક્કરો હાલમાં ધીમો ગતિએ રાજપીપળા સહિત જિલ્લામાં પગપેસારો કરતા જોવા મળતા હોય આવનારા દિવસો માં એમની સંખ્યા માં ચોક્કસ વધારો થાય તેમ જણાઈ રહ્યું છે અને આ સંખ્યા વધશે તો ખેડૂતો માં ઉભા પાક માટે ખતરો ઊભો થાય તેમ છે માટે ભયાનક દેખાતા ડુક્કરો પર પહેલેથી લગામ કસવી જરૂરી જણાઈ છે

(11:37 pm IST)