Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ડેડીયાપાડાનાં સમોટ ગામમા ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ ગામના મતદાન કેન્દ્ર પર એકપણ મત પડ્યો નથી

ગામમાં 1000 જેટલા મતદારો છતાં તંત્ર સમજાવવા પહોંચ્યું નહીં,ગામના રોડ પાણી સહિત પાયાની સુવિધા માટે વિરોધ હતો

(ભરત શાહ દ્વારા) વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફરકાવી રહ્યા છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી અને આજે ચૂંટણી ટાણે એકપણ વોટ નહિ આપી બહિષ્કાર કર્યો હતો                           

જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું હતું, ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ પરંતુ આજે મતદાન વખતે પણ તંત્ર કે  એકપણ અધિકારી નાં પેટનું પાણી નહિ હાલત આખરે સામોટ ગામના મતદાન કેન્દ્ર પર કોઈ મતદાન કરવા આવ્યું નથી છતાં તંત્ર નાં કોઈજ અધિકારી ત્યાં નહિ આવતા આ મતદાન મથકો મતદારો વિના જોવા મળ્યા હતા

(12:14 am IST)