-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર ! : અમદાવાદના રિવરફ્રન્ટ પરથી વિદેશી દારુ ઝડપાયો
દેશી દારૂ બાદ વિદેશી દારૂ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડી : આરોપીઓએ પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી સંતાડ્યો હતો દારૂ

અમદાવાદ તા.01: દેશી દારુ બાદ વિદેશી દારુ સંતાડવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. અમદાવાદનાં પ્રખ્યાત રીવરફ્રન્ટ પરથી પોલીસે વિદેશી દારુ ઝડપી પાડ્યો છે. આરોપીઓએ સાબરમતી નદીનાં પટમાં રાસ્કા પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી દારૂ સંતાડી રાખ્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો રિવરફ્રન્ટ વિસ્તાર આજના આધુનિક અમદાવાદની ઓળખ તરીખે ઓળખાય છે. અહિંયા બહારથી ટૂરીસ્ટો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જે સાબરમતી નદીના કિનારેથી મહાત્માં ગાંધીએ સત્યાગ્રહ આંદોલન શરું કર્યું હતું તે સાબરમતી નદીના પટમાં હવે બુટલેગરો બેફામ રીતે વિદેશી દારુનો ધંધો કરી રહ્યા છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ નમન છારા અને શરદ છારા છે. મિનિ છારાનગર તરીકે ઓળખાતા સાબરમતી વિસ્તારમાં રહેતા આ બન્ને આરોપીઓ સાબરમતી નદીનાં પટમાં રાસ્કા પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી દારૂ સંતાડી રાખ્યો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂની 204 બોટલો સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું છે કે, સાબરમતીનાં કુખ્યાત બુટલેગર રતન છારા અને નિતેશ છારા દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. અને થોડા દિવસો પહેલા રિવરફ્રન્ટ વેસ્ટ વિસ્તારમાં વરસાદમાં અંધારાનો લાભ લઈને દારૂ સગેવગે કરતા ઝડપાયેલા આરોપી અગાઉ પણ દારુના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે. સાથે જ આરોપીઓ દ્વારા બહારથી દારૂ લાવીને નદીમાં પટમાં ખાડો કરીને તેમાં સંતાડી દેવામાં આવતો હતો અને જ્યારે જેટલા દારૂની જરૂર પડે તેટલો દારૂ કાઢીને વેચવામાં આવતો હતો. પોલીસને રેડ દરમિયાન 204 વિદેશી દારુની બોટલ મળી આવી હતી.
સાબરમતી નદીનાં પટમાં અગાઉ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાતા દેશી દારૂની હાટડીઓ બંધ થઈ હતી. જોકે ભારતીય બનાવટનાં વિદેશી દારૂને સંતાડવા માટે સાબરમતી નદીનો ખાલી પટ વાપરવામા આવતી હોવાની નવી મોડસ ઓપરેન્ડી ખુલતા જ પોલીસ સક્રિય બનીને તપાસ કરી રહી છે. તેવામાં પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ નદીનાં પટમાં દારૂની બોટલો સંતાડી હોવાનું ખુલતા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.