Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગાંધીનગરમાં પુત્રની સારવાર કરાવવા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.65 લાખની તસ્કરીને અંજામ આપ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે સરગાસણમાં આવેલી વસાહતમાં પરિવાર પુત્રની સારવાર કરાવવા ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના મળી ૧.૬૫ લાખની મત્તા ચોરી લીધી હતી આ મામલે સે-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, સરગાસણમાં આવેલી સહજાનંદ સર્જન વસાહતમાં બી-૩૦૧ ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરતા આકાશ રજનીકાંતભાઇ પ્રજાપતિ ગત મંગળવારના રોજ પુત્રની સારવાર કરાવવા માટે પત્ની સાથે મોડાસા વતનમાં ગયા હતા જ્યાં પિતાના જ મકાનમાં મોડાસા રોકાયા હતા આ દરમિયાન ગઇકાલે તેમની વસાહતમાં રહેતા હેતેશભાઇએ ફોન કરીને મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી જેથી આકાશભાઇ તુરંતજ ગાંધીનગર પહોંચ્યા હતા અને મકાનમાં તપાસ કરતા ઇન્ટરકોલ તૂટેલું હતું અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો લાકડાના કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના મળી ૧.૬૫ લાખ રૃપિયાની મત્તા ચોરાઇ હોવાનું જણાયુ હતું જેથી આ મામલે સેક્ટર-૭ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે પોલીસે તેને અટકાવા માટે પેટ્રોલીંગમાં વધારો કરવાની જરૃરીયાત લાગી રહી છે ખાસ કરીને ન્યુ ગાંધીનગર વિસ્તારમાં નવી ટીપીમાં ઉભી થયેલી વસાહતો તસ્કરો માટે આશિર્વાદ સમાન સાબિત થઇ છે. 

(5:54 pm IST)