Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજયના મોટાભાગના વિસ્તારોમાં સુર્યદેવતાની હાજરીઃ મેઘરાજાનો વિરામઃ માત્ર ૩૯ તાલુકામાં ઝરમર ઝાપટાં

(જીતેન્દ્ર રૂપારેલિયા), વાપીઃ  સપ્ટેમ્બર માસની શરૂઆતમાં મેઘરાજા નરમ પડતા છેલ્લા ૨૪ કલાકમાં રાજયના માત્ર ૩૯ તાલુકામાં ઝરમર ઝાપટાં જ પડ્યા છે.

જોકે બંધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે રાજયના કેટલાય ડેમો હાઈ એલર્ટ ઉપર તો કેટલાક ડેમ એલર્ટ ઉપર રાખવાની ફરજ પડી છે. તો કેટલાક ડેમોમાંથી પાણી છોડાઇ રહિયુ છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્ય ત્વે આંકડા જોઈ એ તો.... અમીરગઢ ૩૪ મીમી, પોસીનાં ૨૮, રાપર ૨૭, અમદાવાદ સીટી ૧૯ મીમી, ભાભર ૧૫ મિમી, દાંતીવાડા, કડી અને કલોલ ૧૨ મીમી, વડગામ ૧૧ મીમી, ગાંધીનગર અને બાવળા ૧૦ મિમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના ૨૬ તાલુકામા માત્ર ૧ થી ૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે રાજયના માત્ર ચાર થી છ તાલુકામાં ઝરમર ઝાપટાં પડી રહ્યા છે.

(12:54 pm IST)