Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમેરિકન મેઇડ પિસ્ટલની કેસની મૂખ્ય સૂત્રધાર ગણાતી મહિલા આગોતરા જામીન સાથે હાજર

વલસાડ:  સેગવી ગામે રહેતી એક મહિલાએ તેના પુત્રના મિત્રને પિસ્ટલ વેંચવા આપી હતી. આ પિસ્ટલ સાથે ઘડોઇ ગામનો એક યુવાન એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. તેણે આ પિસ્ટલ મામલે મહિલાનું નામ જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસથી ભાગતી આ મહિલા આગોતરા જામીન લઇ રૂરલ પોલીસ મથકે હાજર થઇ છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના સેગવી ગામે સૂર્યદર્શન સોસાયટીમાં રહેતી દિપીકા જયંતિભાઇ પટેલનું નામ અમેરિકન મેઇડ પિસ્ટલના કેસમાં ખુલ્યું હતુ. એલસીબીએ ગત જુલાઇ માસમાં ઘડોઇના યશ પટેલને રૂ. 1 લાખની મત્તાની ગણાતી અમેરિકન મેઇડ પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પુૃછતાછમાં તેણે જણાવ્યું કે,  આ પિસ્ટલ તેના મિત્રની માતા દિપીકા પટેલે આપી હોવાનું જણાવ્યું હતુ. જેના પગલે પોલીસે દિપીકાને પકડવા તેના ઘરે દરોડો પાડ્યો હતો, પરંતુ દિપીકા પોલીસ આવે એ પહેલાં જતી રહી હતી. ત્યારબાદ તેણીએ આ કેસમાં કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને પોલીસ મથકે હાજર થઇ હતી. તેણી હાજર થતાં આ પિસ્ટલનું મૂળ શોધવા પોલીસે તેની વધુ પુછતાછ શરૂ કરી છે.

(1:09 pm IST)