Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વડોદરા:નકલી પરિવારની મદદથી લગ્નનું નાટક રચી 1.5 લાખ સહીત રોકડ રકમ લઇ લૂંટરી દુલહન ફરાર:6 વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:નકલી પરિવાર ઉભુ કરી વડોદરા શહેરના યુવક સાથે યુવતીનું લગ્ન કરાવી 1.5 લાખ રૂપિયા રોકડા, સોના- ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતની મત્તા લઇ દુલ્હન ફરાર થઈ જવાનો બનાવ જવાહર નગર પોલીસ મથકે નોંધાયો હતો. જવાહરનગર પોલીસે નાટકીય રોલ ભજવનાર પરિવારના 6 શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર નજીક આવેલ કરચિયા ગામની બળદેવ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા આકાશ કોળી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જવાહર નગર નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ગયા વખતે મારા ઘરે કલર કામ માટે આવેલ અકબર નામના વ્યક્તિને મે જણાવ્યું હતું કે મારે લગ્ન કરવા છે તો કોઈ છોકરી હોય તો બતાવજો. જેથી અકબરે રામપાલ રાજપુત (રહે- ઈનદીરાનગર કરચિયા ગામ) નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ રામપાલે અન્ય મણિલાલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવતા તેણે લગ્ન પેટે 50,000 ની માંગ કરતા ચુકવણી કરી હતી. ત્યારબાદ આણંદ ખાતે રહેતા પરેશ પંચાલને મળી છોકરી જોવા માટે રાસ ગામે એકલવ્ય એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. જ્યાં એક સોનલ નામની છોકરી તથા છોકરીના મામા તરીકે અરવિંદ સોલંકી સાથે મુલાકાત કરાવી હતીસોનલનો પરિવાર અન્ય લોકો સાથે પણ પ્રમાણે નાટક રચી સોનલના લગ્ન અન્ય લોકો સાથે કરાવી પૈસા પડાવવાનો ધંધો કરે છે. ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે આણંદના પરેશ પંચાલ, અરવિંદ સોલંકી ,પારુલ ,ધર્મેન્દ્ર ,મણિલાલ સોલંકી અને સોનલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી ધરપકડના ચક્રો ગતીમાન કર્યા છે.

(6:43 pm IST)