Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લોન અપાવવાના બહાને વાઘોડિયાના યુવકના દસ્તાવેજો મેળવી છેતરપિંડી આચરનાર વડોદરાના બે ભાઈઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ દાખલ

વડોદરા: શહેરમાં લોન અપાવવાના બહાને વાઘોડિયાના યુવકના દસ્તાવેજો મેળવી નવ આઈપોડની ખરીદી કરી લેનાર બે ભાઈઓને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા હતા. બંને આરોપીઓની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે.

વાઘોડિયા તાલુકાના સનોલી ગામ તળાવ પાસે રહેતા રમેશ ભીમસીંગભાઈ સોલંકીને બેંક કર્મચારી તરીકેની ઓળખ આપીને બે ઠગ ભાઈઓએ  ફોન કર્યો હતો. રમેશ સોલંકીને લોનનું પ્રલોભન આપી આધારકાર્ડ અને પાનકાર્ડ સહી કરીને મેલ પર મંગાવી લીધા હતા. અને તેના આધારે   એપલ કંપનીના નવ આઈપોડ (કિંમત રૃા.,૧૬,૯૯૧) ખરીદી લીધા હતા. જે અંગે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે આજવારોડ સીગ્મા કોલેજ પાસે ડ્રીમ હેવનમાં રહેતા બે ભાઈઓ  . જીત શશીકાંત રઘુવંશી અને . જયરાજને ઝડપી લીધા હતા.

(6:46 pm IST)