Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરતના મોરાભાગળ વિસ્તારમાં પોલીસે વ્હેલી સવારે દરોડા પાડી 7 મહિલા સહીત 9 જુગારીઓને રંગે હાથે ઝડપી 49 હજારની રોકડ જપ્ત કરી

સુરત: શહેરના મોરાભાગળ વિસ્તારની ન્યુ સલીમાબાદ સોસાયટીમાં વ્હેલી સવારે દરોડા પાડી પોલીસે 7 મહિલા સહિત 9 ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 49,670નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાંદેર પોલીસ મથકના પીએસઆઇ યોગેશ ગિરનારી રાત્રિ દરમ્યાન સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે. કોન્સ્ટેબલ તાલીબ ડોસ મોહમંદને વ્હેલી સવારે મળેલી બાતમીના આધારે મોરાભાગળ ન્યુ સલીમાબાદ સોસાયટીના ઘર નં. 423ના પહેલા માળે રહેતી શહેનાઝ નિઝાર દીનાણી (.. 45) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા શહેનાઝ ઉપરાંત રોઝીના હાસમ સમનાણી (.. 48), સમીરા મનસુર હુડ્ડા (.. 30), મુમતાઝ અનિલ દીનાણી (.. 38), નસીમ અજીત વડસલીયા (..57), દિલસાર રમઝાન સમનાણી (.. 45 તમામ રહે. જુનુ સલીમાબાદ, મોરાભાગળ), અમીર મદત કોટડીયા (.. 34), ફિરોઝ અલ્લી દિનાણી (.. 42) અને તેની પત્ની રેશમા ફિરોઝ દીનાણી (.. 33 રહે. ન્યુ સલીમાબાદ સોસાયટી, મોરાભાગળ) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રોકડા રૂા. 49,670ની મત્તા કબ્જે લઇ જુગાર ધારા એક્ટ અને એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:52 pm IST)