Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

આણંદ જિલ્લામાં પાર્ક કરાયેલી કારમાંથી સાયલેન્સરોની ચોરી કરનાર ટોળકીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

આણંદ:જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં પાર્ક કરાયેલ ઇકો કારના સાયલેન્સરો ચોરી કરીને હાહાકાર મચાવનાર ધોળકાની ગેંગને આણંદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી છે. ગેંગના સભ્યોએ જિલ્લામાં લગભગ ૨૦ સ્થળોએ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. બોરસદ તાલુકાની નિસરાયા ચોકડી નજીકથી વૈભવી કાર સાથે ઝડપાયેલ ગેંગે અનેક ચોરીઓને અંજામ આપ્યો હોવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

વધુમાં મળતી માહિતી મુજબ જિલ્લાના આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, તારાપુર, સોજીત્રા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સુમારે ઇકો કારના સાયલેન્સરો સહિતનાં પાર્ટસ ચોરાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં માત્ર ઇકો કારને નિશાન બનાવવામાં આવતી હોય કોઇ ટોળકી સક્રિય થઈ હોવાની સંભાવનાને લઈ પોલીસે તપાસ હાથ ધરતાં તાજેતરમં મોગરી ગામે થયેલ ચોરીમાં એક વૈભવી ફોર્ચ્યુનર કારનો ઉપયોગ થયો હોવાની જાણ પોલીસને થઇ હતી.

(6:53 pm IST)