Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલએ રાજીનામું આપ્યું : સતત ઉપેક્ષા થવાનો આક્ષેપ

ચેતન રાવલ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રબોધ રાવલના પુત્ર: અનેક વાર કોંગ્રેસ દ્વારા તેમની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જો કે આ દરમ્યાન કોંગ્રેસને એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે  રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે.

તેમણે લાંબા સમયની નારાજગી બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.ચેતન રાવલ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રબોધ રાવલ ના પુત્ર છે. આ પૂર્વે પણ તેમણે અનેક વાર કોંગ્રેસ દ્વારા તેમની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી. જો કે પક્ષના મોવડી મંડળ દ્વારા આ અંગે ધ્યાન ન અપાતા તેમણે આખરે રાજીનામું આપ્યું છે.

(1:03 am IST)