Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

સુરત વડોદરા બાદ અમદાવાદ મ્‍યુનિસીપલ કમીશનર પણ બદલાયા : વધુ બે આઇએએસની બદલીઓ : લોચન શહેરની જોઇન્‍ટ સેક્રેટરી તરીકે સ્‍પેસમાં અને અજય ભાદુ ડેપ્‍યુટી ઇલેકશન કમિશનર પદે નિમાયા

રાજકોટ : ૩ વર્ષથી વધુ સમયથી ફરજ બનાવતા અધિકારીઓ તાકીદે બદલી કરવા માટેની ચૂંટણી પંચની ગાઇડલાઇન્‍સ બે દિવસ પહેલા પૂર્ણ થાય તે પહેલા બે આઇએએસ અધિકારીઓના બદલી હુકમ થવાના પગલે પગલે સુરત અને વડોદરા બાદ અમદાવાદ મ્‍યુનિસીપલ કમિશનર લોચન શહેરાની પણ બદલી કરવામાં આવી છે.

લોચન શહેરને જોઇન્‍ટ સેક્રેટરી તરીકે સ્‍પેસ (કેન્‍દ્ર સરકાર દ્વારા ઉભી થયેલી કંપનીમાં નિમણુંક આપવામાં આવી છે.

ભૂતકાળમાં રાજકોટ મ્‍યુનિસીપલ કમિશનર તરીકે તથા મુખ્‍યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવનાર  અને હાલ રાષ્‍ટ્રપતિ ભવનમાં ડેપ્‍યુટેશન ઉપર ફરજ બજાવતા મુળ ગુજરાત કેડરના આઇએએસ અજય ભાદુને ડેપ્‍યુટી ઇલેકશન કમિશનર તરીકે નિમણુંક આપી હોવાનું જાણવા મળે છે.
 

(4:24 pm IST)