Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં નહેરમાંથી મૃત બાળકી મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત : શહેરનાસચીન જીઆઇડીસીના પોપડા ખાતે નહેરના પાણીમાંથી આજે સવારે બાળકીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

 નવી સિવિલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચીનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલની પાછળ પોપડા ખાતે નહેરના પાણી માંથી આજે સવારે બાળકીનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નવી સિવિલમાં ખસેડયો હતો. બાળકીનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ  બાદ ડોકટરે કહ્યુ કે આ બાળકી એક બે દિવસની હોવાની શકયતા છે. તે કયા કારણસર મોતને ભેટી. તે તેના લીધે વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. તેના ડી.એન.એ.ના પણ સેમ્પલ લીધા છે. આ અંગે તપાસ કરનાર સચીન પોલીસ મથકના પી.એસ.આઇ એસ.આઇ દેસાઇએ હ્યુ કે બાળકીને વાદળી ટી શર્ટ અને પોપટી રંગની નીકર પહેરાવેલી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને યોગ્ય તપાસ બાદ હકીકત જાણવા મળશે. આ અંગે સચીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

(5:58 pm IST)