Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મહુધા પોલીસે હેરંજ ચેકપોસ્ટ નજીકથી મકાઈની આડમાં લઇ જવાતો દારૂ બિયારનો જથ્થો ઝડપી પાડયો

મહુધા:પોલીસે હેરંજ ચેક પોસ્ટ પાસેથી આઈસર ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં લવાયેલો રૂા. ૧૩.૫૩ લાખનો ઈંગ્લિશ દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે ટ્રક ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને મહુધા પોલીસે ટ્રકના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહુધા પોલીસના જવાનો આજે સવારથી જ હેરંજ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા. દરમ્યાન સાડા દસ વાગ્યાની આસપાસ હેરંજ ચેકપોસ્ટ પાસે એક આઈસર ટ્રક (નં. એમએચ-૧૮-એએ-૯૮૮૩)ને રોડની સાઈડમાં પાર્ક કરેલી જોઈ હતી. ટ્રક ચાલુ હોવાથી પોલીસને શંકા જતાં ચાલકની તપાસ આદરી પણ ચાલકની ભાળ મળી નહોતી. દરમિયાન તલાસી લેતાં ટ્રકમાં મકાઈના કટ્ટા જોવા મળ્યા હતા. જેની નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી

 

(6:01 pm IST)