Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાજ્યના અમુક જિલ્લામાં આકાશમાં રહસ્યમય પ્રકાશ દેખાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું

આકાશમાં દેખાતો આ પ્રકાશનો વિડીયો વાયરલ :આ કોઈ ખગોળીય ઘટના કે પછી શુ હોઈ શકે એવી લોકચર્ચા પણ ચાલુ

અમદાવાદ : રાજયના કેટલાક જિલ્લામાં આકાશમાં  પ્રકાશ દેખાતા લોકોમાં  કુતૂહલ સર્જાયું છે. જેમાં વિચિત્ર પ્રકારનો પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. જેમાં આકાશમાં દેખાતો આ પ્રકાશનો વિડીયો વાયરલ થયો છે. આ કોઈ ખગોળીય ઘટના કે પછી શુ હોઈ શકે એવી લોકચર્ચા પણ ચાલી રહી છે.

 આ ઉપરાંત છોટાઉદેપુરના આકાશમાં ફરી એકવાર રહસ્યમય લાઈટ દેખાઈ છે. જેમાં એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું છે. જેના પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. પંચમહાલમાં પણ આકાશમાં પ્રકાશ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. વિરમગામ પણ આ ઘટના જોવા મળી હતી

(9:03 pm IST)