Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

બનાસકાંઠા જિલ્લાના એક સાથે 52 નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ

ચૂંટણીની કામગીરી પૂર્ણ થતા વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદારોની સાગમટે બદલી: જિલ્લા કલેકટર દ્વારા બદલીના આદેશ અપાયા

 

બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદારની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.

  મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાના એક સાથે 52 નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ આપ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી ચૂંટણીની ખાસ કામગીરી માટે સ્પેશ્યલ અધિકારીઓની ત્રણ શિફ્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. હવે જ્યારે ચૂંટણીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે ત્યારે વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરવામાં આવી છે

(9:30 pm IST)