Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

તમામ ટ્રસ્ટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, રજિસ્ટ્રેશન નહીં કરાવે તો 80Gનો લાભ નહીં મળે

નવા ટ્રસ્ટોને પ્રથમ ત્રણ વર્ષ સુધી હંગામી રજિસ્ટ્રેશન, બાદ પાંચ વર્ષ માટેનું રજિસ્ટ્રેશન : 80Gનો લાભ લેવા માટે પણ તમામ વિગતો ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવી પડશે

અમદાવાદ,તા. ૩: ઇન્કમટેકસની કલમ ૧૨ AB મુજબ દેશના તમામ ચેરીટેબલ કે સખાવતી ટ્રસ્ટોએ ફરજિયાત રજિસ્ટ્રેશનની અવધી પાંચ વર્ષની રહેશે. એટલે પાંચ વર્ષ બાદ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યુ છે જે ટ્રસ્ટ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે નહીં તેમને તકલીફ ઉભી થશે. આટલુ જ નહીં પરંતુ હવેથી નવા ટ્રસ્ટની નોંધણી માત્ર ત્રણ વર્ષ માટે હંગામી ધોરણે કરવામાં આવશે અને ત્યારબાદ તેને પાંચ વર્ષ માટે રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશો. કારણે તમામ ટ્રસ્ટની તમામ વિગતો ડિપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ બની રહે. આ ઉપરાંત દેશમાં સંખ્યાબંધ ટ્રસ્ટોમાં દાન આપવાથી તે ઇન્કમટેકસમાં બાદ મળતું હોય છે પરતુ હવેથી 80Gનો લાભ લેવા માટે પણ તમામ વિગતો ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવી પડશે. એટલે કે ટ્રસ્ટ દ્વારા પણ પોતાને મળેલા દાનની વિગતો ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.

દેશમાં હજારોની સંખ્યામાં ચેરીટેબલ અને સખાવતી ટ્રસ્ટો કાર્યરત છે જે પૈકી ઘણા ટ્રસ્ટોની કામગીરી દેશસેવા અને જન હિત માટે ખુબ જ સરાહનીય શૈતે કસ્વામાં આવી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કેટલીક ગોબાચારી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું.

જેને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટ્રસ્ટીઓનું દર પાંચ વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાનો નિયમ કલમ ૧૨એબી અંતર્ગત અમલમાં બનાવવામાં આવ્યો છે. ૧લી એપ્રિલથી અમલ શરૂ થઇ ગયો છે જેને પગલે હવે તમામ ટ્રસ્ટીઓએ પોતાનું રજિસ્ટ્રેશન નવેસરથી કરાવવું ફરજિયાત બન્યું છે. દેશભરમાં કાર્યરત હજારો ફરીથી રજિસ્ટ્રેશન થશે અને તેનો ડેટા તૈયાર થશે.

ડિપાર્ટમેન્ટ દ્વારા હવેથી જે નવા ટ્રસ્ટની નોંધણી કરાવવામાં આવશે તેને ત્રણ વર્ષ માટે હંગામી રજિસ્ટ્રેશન આપવામાં આવશે.વર્ષ પુરા થયા બાદ જે તે પોસ્ટની વિગત તો ચકાસ્યા બાદ તેને રજિસ્ટ્રેશન પાંચ વર્ષ સુધી કરી આપવામાં આવશે. જો ટ્રસ્ટ અથવા ટ્રસ્ટીઓની કોઈ વિવાદસ્પદ બાબતો સામે આવશે તો ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવશે.

ઉપરાંત વધારાનો એક સુધારો એ પણ કરવામાં આવ્યો છે કે કોઇ પણ કરદાતા ત્યારે કોઈ પણ ટ્રસ્ટમાં કરે તો તેને 80G મુજબ ઇન્કમટેકસમાં બાદ મળે છે. જો કે હવેથી તમામ ટ્રસ્ટ દ્વારા 80G અંતર્ગત મળેલ દાનની રકમ રિટર્નમાં જાહેર કરવી પડશે. તો જ દાન આપનારને તેનો લાભ મળશે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે ખાસ તકેદારી રાખશે તેવી નાણા મંત્રાલય દ્વારા ખાસ ટકોર કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેકટ ટેકસ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને લઈને દેશભરના તમામ ચેરીટિબલ અને સખાવતી ટ્રસ્ટોની વિગતો અને તેની કામગીરીની તમામ માહિતી સરકાર પાસે ડેટના રૂપમાં એકત્રિત થઈ શકશે. જે ડિપાર્ટમેન્ટ તથા ટ્રસ્ટ માટે આગામી દિવસોમાં ઉપયોગી થઈ પડશે.

(10:23 am IST)