Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

૫ાંચ વર્ષમાં ૫૦૦ કરોડની ખંડણી વસૂલનાર સોનર ગેંગ પર વેબ સીરિયલ બનાવવા તૈયારીઓ

પાંચ, પાંચ રાજ્યોની પોલીસ જેને શોધી રહી હતી તેવા પપ્પુ ચોધરી વિશે,ડોન ફિલ્મના ડાયલોગ માફક પપ્પુ કો પકડના મુશ્કેલ હિ નહિ, ના મુનકિન હોવાની માન્યતા ગુજરાત પોલીસે ખોટી સાબિત કરતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષથી ઝૂમી ઉઠ્યા : પપ્પુ ૫ાંચ-૫ાંચ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે, મુંબઇમા ગુજરાત પોલીસે પકડ્યો ત્યારે ફાંકડી ગુજરાતી ભાષામાં ગુજરાતીમા બોલી પોલીસને ભ્રમમાં નાખવા પ્રયાસો કરેલ, સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને અનુભવી પોલીસ અધિકારીઓના સંકલનનો રસપ્રદ નિચોડ

રાજકોટ તા.૩,૩૦૦ કરોડની ખંડણી વસૂલવા માટે વલસાડના ઉમરગામ પંથકના જાણીતા બિલ્ડર જીતુભાઈ પટેલનું અપહરણ કરનાર દેશની ખતરનાક અને ખૂબ ચાલક ગેંગને દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પોલીસ અર્થાત્ સુરત રેન્જ અને વલસાડ પોલીસની દૂરંદેશી દ્વારા પરાસ્ત કરવામાં આવી છે . આ ગેંગ વિષે માત્ર ગુજરાતના લોકો જ નહિ ગુજરાતની પોલીસ પણ જાણવા માટે તલપાપડ છે, ત્યારે જેમના માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન પાર પડ્યું છે તેવા સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન 'અકિલા' વાચકો માટે દેશની ખતરનાક અને ચાલાક ગેંગના કારનામાં પર પ્રકાશ પાડે છે.                    

 સોનાર ગેંગ દ્વારા અત્યારસુધીમાં ૫૦૦ કરોડની ખંડણી વસૂલવામાં આવી છે્. આરોપી પપ્પું ચોધરીને ૫ાંચ ૫ાંચ રાજ્યોની પોલીસ શોધી રહી હતી ત્યારે પપ્પુ ચોધરી વિશે ડોન ફિલ્મના ડાયલોગ જેમ પપું કો પકડના મુશ્કેલ હી નહિ,ના મુનકીન હૈ ચંદન સોનાર પણ એટલીજ ક્રૂર,.                          પપ્પૂ મૂળ બિહારનો પરંતુ તે હિન્દી, ગુજરાતી, મરાઠી, બિહારી અને ગુજરાતી ખૂબ સારી રીતે બોલે છે. તબક્કે તેને પકડ્યા બાદ પોતે ગુજરાતી હોવાનું ગુજરાતી  ભાષામા જણાવી પોલીસને અવડે રસ્તે ચડાવવા પણ પ્રયત્ન કર્યાનુ રાજકુમાર પાંડિયન દ્વારા જણાવાયેલ. ૨૦૦૮થી ખંડણી નેટવર્ક શર કરેલ. ઝારખંડના મોટા ગજાના વેપારી ભોગ બનેલ. સુરતના વેપારીના એક સમયે  અપહરણ દ્વારા ૨૫ કરોડ વસૂલ કરેલ,હજુ શરૂઆત હતી. એમ અનુભવી પોલીસ અધિકારીઓ જણાવે છે. અનુભવી અને જુના પોલીસ ઓફિસરના મતે મોટો બંગલો બનાવી રહેનાર આ ગેંગ દ્વારા ફકત ૫ વર્ષમાં ૫૦૦ કરોડ વસૂલયા છે,અને છેલ્લે ૫ાંચ ૫ાંચ રાજ્યોમાં હાહાકાર મચાવનાર સોનાર ગેંગ પરથી વેબ સિરીઝ બનવા જઇ રહ્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

(3:05 pm IST)