Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અમદાવાદમાં પોલીસ પરિવારની મહિલા સાથે છેડતીઃ ચાલ મારી સાથે એમ કહેતા હોબાળો મચી ગયો

અમદાવાદ: અમદાવાદમાં મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે પોલીસ જવાનની પત્નીની જ છેડતીની ઘટના સામે આવી છે. શહેરમાં પોલીસ પરિવારની સ્ત્રીની છેડતીની ઘટનાથી અમદાવાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની પત્ની ડોક્ટર પાસે દવા લેવા માટે પહોંચી હતી. જો કે ડોક્ટરને ત્યાં લાંબી લાઇન હોવાથી પોતાનો કેસ નોંધાવીને તેઓ નીચે શાકબાજી ખરીદવા માટે આવ્યા હતા. નીચે લારીમાં તેઓ જ્યારે શાક લેવા માટે ગયા તો શાકભાજીની લારી નજીક ઉભેલા વ્યક્તિએ કહ્યું કે, બોલો તમારે શું લેવું છે? જેથી મહિલાએ સવાલ કરતા આ વ્યક્તિએ આવેશમાં આવી મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બબાલ કરતા હોબાળો મચ્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરની ગાયકવાડ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓ સેક્ટર-1ના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ પોતાની પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડોક્ટરે ત્યાં દવા લેવા માટે ગયા હતા. પત્નીને ડોક્ટરને ત્યાં ઉથારીને સરકારી કામ માટે નીકળી ગયા હતા. જો કે સમય લાગે તેમ હોવાથી તેઓ શાકભાજી લેવા માટે ગયા હતા. શાક લેતા સમયે લારીની બાજુમાં ઉભેલા એક શખ્સે ખુબ જ વિચિત્ર ટોનમાં તમારે શું લેવું છે? તેવું કહેતા મહિલાએ પ્રતિકાર કર્યો હતો. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો બિભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતા બેન નામની મહિલાઓએ માથાકુટ ચાલુ કરી હતી.

આ વ્યક્તિએ બોલાવેલી મહિલાઓએ ભેગા થઇને પોલીસ કર્મચારીની પત્ની સાથે બોલાચાલી કરીને ધક્કે ચડાવ્યા હતા. મહિલાના ગળામાંથી અને હાથમાંથી 1.30 લાખના દાગીના તોડી નાખ્યા હતા અને લઇ લીધા હતા. માથાકુટ વધતા તે મહિલાએ પોતાનાં પતિને ફોન કરતા તે ઘટના સ્થળે પહોંચી હતી. ટોળા સાથે માથાકુટ વધતા મહિલાએ છેડતી, મારામારી, ચેઇન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

(5:50 pm IST)