Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ખેડા જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું કમકમાટીભર્યું મોત

ખેડા: જિલ્લામાં ત્રણ ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતો સર્જાયા હતા.માતરના લીંબાસી-તારાપુરા રોડ પર આવેલ નાણદા તળાવની સામેના ભાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વળી નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળાનો ઢાળ ચડતા અને કપડવંજ નેશનલ પ્લાઝા સામે અકસ્માતોના  બનાવ બન્યા હતા. ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક ઘટનામાં શખ્સનું મોત નિપજ્યું હતું.

માતર તાલુકાના લીંબાસી-તારાપુર રોડ પર આવેલ નાણદા તળાવની સામેના ભાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ધર્મેશકુમાર અને તેમના પિતાજી પ્રવિણભાઇ તેમના ખેતરમાં ઘઉ કાઢવા હાર્વેસ્ટર આવ્યુ હતુ જેથી તેઓ ખેતરે ગયા હતા. તે સમયે સાંજના અંધારૂ થતા એક્ટિવા રોડની સાઇડમાં ઊભું રાખ્યુ હતુ અને  પ્રવિણભાઇ એક્ટિવા પાસે ઉભા હતા. તે સમયે લીંબાસી તરફથી આવતા એક મોટર સાયકલના ચાલકે તેનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પ્રવિણભાઇ અને એક્ટિવાને અડફેટ મારી હતી. આ બાદ પ્રવિણભાઇને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ધર્મેશકુમાર પ્રવિણભાઇ પટેલ રહે, લીંબાસી મોટા ઘરાએ લીંબાસી પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(6:12 pm IST)