Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

દિયોદર તાલુકામાં પુરપાટ સ્પીડે આવતા આઈશરે બાઇકને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઇજાથી મોત

દિયોદર:તાલુકાના રવેલ ગામના સુરેશભાઇ બળવંતજી ઠાકોરનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ગઇકાલે બપોરે આશરે એક વાગ્યા આસપાસ સુરેશભાઇ પોતાનું બાઇક લઇ રવેલથી જાડા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન સામેથી એક આઇસર બેફામ સ્પિડે આવતું હોઇ તેમને અડફેટે લીધા હતા. આઇસરે બાઇકને અડફેટે લેતાં યુવકના બંને પગો કચડાઇ ગયા તો પેટના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે દિયોદરની વિશ્વાસ હોસ્પિટલમાં ખસેડાયો હતો.સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ વિશ્વાસ હોસ્પિટલમાંથી તેને ડીસા આશિવાર્દ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે ત્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટના બાદ મૃતકના પિતરાઇ ભાઇએ અજાણ્યાં ફરાર આઇસર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. દિયોદર પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:14 pm IST)