Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કાણીયોલ ગામનો નિર્ણય, ૭ દિવસ માટે સ્વયંભુ લોકડાઉન

ગામમાં આવેલી તમામ દુકાનો પણ બંધ રહેશે : ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો

સાબરકાંઠા,તા. : સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખુલશે. સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં ૫૦૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને સાત દિવસ સંયભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે જેનો આજથી ગામમાં ચુસ્ત અમલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે ૨૨૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રયેલ છે ત્યારે ગામમાં સ્થાનિકોને કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે અને કોરોના સંક્રમણ વધે નહીં માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યું છે. ગામમાં આવેલી તમામ દુકાનો પણ બંધ રહશે.

અને આવશયક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે ત્યારે આજથી અમલ થયેલ સ્વંયભુ બંધનું ચુસ્ત પણે અમલ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલ કરી સંક્રમણ અટકાવવા પ્રયત્ન કરી રહ્યુ છે તો બીજી તરફ સ્થાનિકો સ્વંયભુ પણ બંધ પાળી કોરોના સંક્રમણ ઘટાડવા ના પ્રયત્નો કરી રહ્યા છે.

(7:29 pm IST)