Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજપીપળામાં બહેનપણીની વર્ષગાંઠમાં જવાનું કહી નીકળેલી પુત્રી ગુમ થતા પિતાએ પોલીસનો સહારો લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના કુંભારવાડ વિસ્તારની યુવતી ઘરેથી બહેનપણીની બર્થડેમાં ગયા બાદ ગુમ થતા પિતાએ પોલીસને જાણ કરી છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના કુંભારવાડ માં રહેતા જયેશભાઈ સોમાભાઈ રાણાએ રાજપીપળા પો.સ્ટે.માં જાણ કર્યા મુજબ તેમની 22 વર્ષીય પુત્રી કલ્યાણી ગત તારીખ 28 માર્ચે સવારે હું મારી ફ્રેન્ડને ત્યાં બર્થડે માં જાઉં છું અને એને કપડાં આપવાના છે તેમ કહી પર્સ અને બેગ લઈ નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા ઘણી શોધખોળ બાદ તેનો ક્યાંયે કોઈ પત્તો ન લાગતા આખરે રાજપીપળા પોલીસે કલ્યાણી ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:14 pm IST)