Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કુખ્યાત નઝીર વોરાએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું

કુખ્યાત નઝીર વોરાની પત્ની સાથે ધરપકડ : નઝીર સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી શરૂ કરી હતી

અમદાવાદ,તા.અમદાવાદ શહેરના જુહાપુરાનો માત્ર કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા આખરે કાયદાના ગાળીયાથી બચી શક્યો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર થયા બાદ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી છે. સાસુમા ના ત્યાં છુપાયેલો નઝીર ૧૯૯૪ ની સાલથી ૨૬થી વધુ ગુના આચરી ચુક્યો હોવાનું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.

આરોપી અત્યારસુધી ખેડા પાસે તેની સાસુના ઘરે છુપાયો હોવાનું પોલીસને જણાવે છે જોકે પોલીસને તેની વાત ગળે ઉતરતા તેને કોર્ટમાં રજૂ કરી નઝીર અને તેની પત્નીના રિમાન્ડની માંગણી કરાશે. નઝીર વોરા અનેક ગુના આચરી ચુક્યો છે. કોઈ વ્યક્તિ જુહાપુરામાં જાય અને નઝીર વોરાની મિલકતો જોવા મળે એવું બંને નહીં.

 નઝીર વોરાને પોલીસ બિલ્ડર, લેન્ડ માફિયા, ગુંડા તરીકે પણ ઓળખે છે. નઝીર હાલ સારા વેશમાં ભલે દેખાતો હોય પણ તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે. તાજેતરમાં નઝીર વોરાએ જુહાપુરામાં અનેક ગેરકાયદે બાંધકામ કર્યા હતા. સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી શરૂ કરી હતી.

જે બાબતે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. કોર્ટે વોરન્ટ કાઢતા તે હાજર થયો અને વેજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી નઝીરની ધરપકડ બાદ એમ ડિવિઝન એસીપી વિનાયક પટેલએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૪ થી નઝીર વોરાએ ગુનાઓ આચરવાનું શરૂ કર્યું હતું અને માત્ર વેજલપુર પોલીસસ્ટેશન માં ૨૬થી વધુ ગુના નોંધાયા છે.

જુહાપુરામાં તેનો આતંક છે. નઝીર બિલ્ડર હોવાનું કહીં લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનું કામ કરે છે. પહેલા તે પોલીસ અધિકારીઓ સાથે સાંઠ ગાંઠ ધરાવતો પણ કડક અધિકારીઓ આવતા નઝીર વોરાનું ચાલ્યું. ધમકી, ખંડણી, હત્યાની કોશિશ, મિલકતો પચાવી પાડવી જેવા અનેક ગુના તેના પર નોંધાયા છે. નઝીર નામચીન ગુંડા તરીકે ઓળખાય છે.ખોટી ફરિયાદો પણ અગાઉ નોંધાવી હતી નઝીર વોરાએ અને જમીનો પચાવી પાડવાનું કામ નઝીર શરૂ કર્યું હતું. અનેક ગેરકાયદે બાંધકામ ઉભા કર્યા હતા બાદમાં તાજેતરમાં .એમ.સી અને પોલીસે સાથે મળી નઝીરની અનેક ગેરકાયદે મિલકતો તોડી પાડી હતી.

ઝોન ડીસીપી પ્રેમસુખ ડેલુ નઝીરની ફાઇલ હાથ પર લેતા તેના ઘર અને ફાર્મહાઉસ પર રેડ કરતા વીજ ચોરી પકડાઈ હતી. આટલા ગુના તો ભાગ્યે કોઈ શખ્સ પર નોંધાયેલા હશે. પણ હકીકત છે અને માત્ર વેજલપુર પોલીસસ્ટેશન માં નઝીર વોરા સામે અલગ અલગ પ્રકારના ૨૬થી વધુ ગુના નોંધાયા છે.

(9:33 pm IST)