Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હાલોલના ફાંટા તળાવમાં ડૂબી જવાથી બે ભાઇઓ સહિત 4 લોકોના મોત : પરિવારજનોમાં ભારે આક્રંદ

તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી મુળ પાલીતાણાના વતની અને હાલોલ મદારીવાસમાં રહીને ફુગ્ગાનું વેચાણ કરી ગુજરાન ચલાવતા પરિવારના બેસગા ભાઈઓ નું મોત

હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં ન્હાવા પડેલા ૪ મિત્રો પૈકી બે સગા ભાઈઓનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. જ્યારે બે જણા બહાર નિકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે હાલોલ ટાઉન પોલીસને ફાયર ફાયટરની ટીમને જાણ થતાં ફાયર ફાયટરની ટીમે બંન્ને ભાઈઓના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતાં. પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી. જ્યારે તળાવ નજીક આવેલ મદારીવાસમાં રહેતા બે સગા ભાઈઓનું આમ ડૂબી જવાથી મોત થતાં તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું.

 આ અંગે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી મુળ પાલીતાણાના વતની અને હાલોલ મદારીવાસમાં રહી ને ફુગ્ગાનું વેચાણ કરી ગુજરાન ચલાવતા પરિવારના બે સગા ભાઈઓ કાલુ મુકેશ વાઘેલા ઉં.વર્ષ ૧૩ અને હેક મુકેશ વાઘેલા ઉં.વર્ષ ૧૭નું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે મિત્રો બહાર નિકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ઉપરોક્ત ભાઈઓ માંથી કાલુ ડૂબતો હોવાથી તેને બચાવવા જતા હેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. જ્યારે હાલોલ ફાયર ફાયટરની ટીમ દ્વારા બંન્ને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલોલ ટાઉન પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી, બંન્ને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવી તેમના વાલી વારસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોતાના બે દિકરાનું આમ એક સાથે મૃત્યુ થતાં પરિવારજનોના માથે જાણે આભ તુટી પડ્યું હતું અને આ ઘટનાને પગલે આખું મદારીવાસ હિબકે ચડ્યું હતું.

(11:11 pm IST)