Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ડાંગ જિલ્લામાં વઘઇ,આહવા સાપુતારા પંથકમાં બપોરે અચાનક ભારે પવન ગાજવીજ સાથે વરસાદ

વરસાદના આગમનના પગલે સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા લોકોને ગરમીથી રાહત

સાપુતારા :મુજબ ડાંગ જિલ્લામાં વઘઇ,આહવા સાપુતારા પંથકમાં  બપોરે અચાનક ભારે પવન ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઉનાળાના તાપમાં તપેલી ધરતી વરસાદી પાણીથી તરબોળ થઇ ગઇ હતી.કોરોના મહામારી વચ્ચે લોકડાઉન થતા મૌસમ પણ સમયસર થઈ જવા પામ્યો છે.1લી જૂન થી સાપુતારા વિસ્તારમાં શરૂ થયેલ ચોમાસાનું આગમન થતા જ જગતનો તાત ખેતી કામ ની તૈયારીમાં જોતરાય જોવા મળ્યા હતા. બુધવારે જિલ્લામાં વરસાદના આગમન ના પગલે સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

(11:28 pm IST)