Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજપીપળા દક્ષિણ ફળીયા આંગણવાડીમાં મમતા દિવસમાં સગર્ભા માતાઓની તપાસ સાથે બાળકોનું રસી કરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સગર્ભા માતાઓ અને આવનાર બાળકોના સ્વાસ્થ્યને લઈ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળકોના સ્વાસ્થ્યની વિના મૂલ્યે પૂરેપૂરી ચકાસણી કરી જરૂરી ખોરાક અને પોષક તત્વો યુક્ત આહાર અને લોહતત્વ અને કેલ્શિયમ ની ટેબ્લેટ આપવામાં આવે છે.

પાંચ વર્ષ સુધી ના બાળકો ને વજન કરી તેમનું સ્વાસ્થય તપાસી રસી કરણ આપવામાં આવે છે જેથી કરી ને બાસ્કો ની રોગ પ્રતિકારક શક્તિ વધે અને બાળકો ને રોગ મુક્ત રાખવામાં સફળતા મળે અને બાળ મરણ અને કુપોષણ ને દૂર કરી શકાય

(10:11 am IST)