Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજપીપળા વોર્ડ નં.5 માં ની પાણીની ટાંકીના દરવાજા તૂટેલા : વાયરિંગ જોખમી છતાં પાલીકા નિષ્ક્રિય કેમ ?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વોર્ડ નં.5 ના આરબ ટેકરા વિસ્તારમાં આવેલી પાલિકાની પીવાના પાણીની ટાંકી ખખડધજ હાલતમાં છે ત્યનો મોટર રૂમ પણ દરવાજા તૂટેલા હોય અંદર વાયરીંગ પણ લટકતું અને ખુલ્લું હોવા બાબતે સ્થાનિક સદસ્ય પ્રેગ્નેશ રામી એ પાલિકા ના મુખ્ય અધિકારી ને રજુઆત કરવા છતાં આ બાબતે કોઈ ગંભીરતા ન લેતા લોકો ખુલ્લા મોટર રૂમ માં ઘૂસી મોટર ચાલુ બંધ કરતા હોવાની સ્થાનિક સદસ્ય ની વાત મુજબ લટકતા વાયરીંગ ના કારણે ક્યારેક મોટી દુર્ઘટના ઘટે તેવી સંભાવના જણાઈ રહી છે તો શું કોઈ નો ભોગ લેવાયા બાદ પાલીકા તંત્ર જાગશે તેવા સવાલો હાલ ઉઠ્યા છે.

(10:14 am IST)