Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સીસોદ્રા ફાટક નજીકથી અસ્થિર મગજના આધેડ વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના સિસોદ્રા ગામની રેલવે ફાટક નજીક એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષભાઇ શનુભાઇ માછી(રહે.મોટા માછીવાડ રાજપીપલા )ની ફરીયાદ મુજબ તેમના મોટાભાઈ કિરીટભાઇ શનુભાઇ માછી (ઉ.વ.૫૦ )અસ્થિર મગજ હોવાના કારણે ઘરેથી નિકળી ગયેલ જેની લાશ ડીકંપોઝ હાલતમાં  તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ સવારે ૧૧/૪૫ વાગ્યા દરમ્યાન સિસોદ્રા ફાટકથી સજવા બસ સ્ટેન્ડ વચ્ચે આવેલ રેલ્વે ટ્રેકની બાજુમાં ઝાડીમાં મળી આવતા રાજપીપળા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

(10:16 am IST)