Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ગામકૂવાના સામાજિક કાર્યકરે તેમનો જન્મ દિવસ 101 મહિલાઓને સાડી વિતરણ કરી ઉજાવ્યો

નાંદોદ તાલુકા સહિત ક્યાંયથી મદદ માટે જયારે કોઈનો ફોન આવે ત્યાં આ કાર્યકર સેવા કરવા તત્પર હોય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના ગામકૂવા ગામના સામાજિક કાર્યકર તેમના જન્મદિવસે કોઈ ખર્ચાળ ઉજવણી કરવાને બદલે સમાજ સેવા કરીને ઉજવણી કરે છે.

  નાંદોદના ગામકૂવાના યુવાન અતુલ વસાવા જેમનું નામ એક સામાજીક સેવક તરીકે આ વિસ્તાર માં જાણીતું છે તેઓ જયારે પણ કોઈને મદદ ની જરૂર પડે રાત્રી દરમ્યાન અકસ્માત થાય કોઈ બીમાર થાય અતુલ વસાવાને ફોન કરો મદદ માટે દોડી જાય છે તે પણ કોઈ પણ સ્વાર્થ વિના સ્વખર્ચે સેવા કરે છે આજરોજ તેમના જન્મદિવસે અતુલભાઈ ગરીબ નિરાધાર વૃદ્ધ એવા ગામકૂવા,હાંડી, ઢોચકી,અકુવાડા જેવા ગામોની 101 મહિલાઓ ને સાડીનું વિતરણ કર્યું હતું અને તાજેતરમાં અતુલભાઈના ફેસ બુક મિત્ર એ જે ઉત્તરપ્રદેશમાં ચાર્ટર એકાઉન્ટન્ટ છે તેમને તેમના મા-બાપ કોરોનગ્રસ્ત હોવાની અતુલભાઈને ફેસબુક પર જાણ કરી અને મદદ કરવા વિનંતી કરી તો અતુલભાઈ મિત્રના ગામ પહોંચી જઈ મિત્રના માબાપને હોસ્પિટલમાં દાખલ કરાવી ઉમદા માનવ સેવા કરી હતી આમ અતુલભાઈએ સેવાની જ્યોત જગાવી અન્ય યુવાનોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

(10:20 am IST)