Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નર્મદા પોલીસની નિર્ભયા સ્કોડ હવે સિનિયર સિટીજનો અને વિધવા મહિલાઓની સેવામાં પણ જોડાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સૂચનાથી પી.એસ.આઇ કે.કે.પાઠકના નેતૃત્વમાં કાર્યરત નિર્ભયા ટીમ આજથી એક નવા સ્વરૂપે કાર્યરત જોવા મળી છે જેમાં હાલમાં કરોના મહામારીના કારણે શાળા કોલેજ બંધ હોવાથી નિર્ભયા સકોર્ડ એ હવે જિલ્લામાં એક નવું અભિયાન હાથ ધાર્યું છે જેમાં નિર્ભયા સકોર્ડ ના દરેક સભ્ય ગામે ગામે જઇ ઘેર ઘેર મુલાકાત લઇ સીનીયર સીટીઝન અને વિધવા મહિલાઓને કે જે લોકો સરકારી  યોજનાથી વંચિત છે એવા લોકોને સરકારી યોજના અપાવવા માટે કાર્ય કરી રહ્યું છે સાથે સાથે જે લોકોને ઘરમાં અનાજ કે ભોજન નથી એવા જરૂરિયાતમંદ લોકો ની પડખે એમની સેવા માટે પણ કાર્ય કરી રહ્યું છે .

 હાલમા પીએસઆઈ કે કે પાઠકના નેતૃત્વમાં નિર્ભયા સકોર્ડના બહેનો ગામે-ગામે જઈ જે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળની કીટ વિતરણ કરી ઉમદા કામગીરી કરી રહી છે ત્યારે આમ એક બાદ એક નિર્ભયા સકોર્ડ ની પ્રશંસનીય કામગીરી બદલ નર્મદા જિલ્લાના લોકો પોલીસ અધિક્ષક નો આભાર માની રહ્યા છે.

(10:23 am IST)