Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજપીપળા નગરપાલિકાનો વેરાવધારો સ્થગિત કરવા વિરોધપક્ષના મહિલા નેતાએ કરી રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નગર પાલિકાના ગત બોર્ડ માં વિવિધ વેરા વધારવાના ઠરાવનો હવે અમલ કરતા લોકોની હાલની આર્થિક મુશ્કેલીઓ ને ધ્યાનમાં લઇ વેરા વધારા નો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવા પાલિકાના મહિલા સદસ્યએ માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકાના અગાઉના બોર્ડમાં ઘરવેરા પાણીવેરા સહિતના વેરા વધારવા નો ઠરાવ કરવામાં આવ્યો હતો જે ચૂંટણી બાદ નવા રચાયેલ બોર્ડ દરમ્યાન આ વધારો લાગુ થતા અને મોટાભાગના સભ્યો પ્રથમ વાર ચૂંટાયેલ હોય સૌ ને વેરા વધારા પ્રશ્ને પ્રજાના વિરોધનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકા વિરોધ પક્ષના મહિલા નેતા શાહીનુર પઠાણે હાલ કોરોના સમયમાં વેપારીઓ સહીત પ્રજાના તમામ વર્ગના લોકો આર્થિક તંગી અનુભવી રહ્યાછે ત્યારે પાલિકા એ હાલ વેરા વધારો સ્થગિત કરવો જોઈએ તેવી રજુઆત પાલિકા માં કરી છે ત્યારે પાલિકા આ બાબતે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

(10:26 am IST)