Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોડી રાતે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ :બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતી સેવાઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે

(11:30 am IST)