Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ

-હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ વરસાદ વરસ્યો : બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી

અમદાવાદ : રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.

(11:33 am IST)