Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો : હળવા વરસાદથી ઠંડક પ્રસરી

પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણ પલટાયું

સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે

(11:37 am IST)