Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ગોધરા દાહોદ બાયપાસ હાઈવે પર હિટ એન્ડ રન : બાઇકસવાર 3 યુવકોના કરૂણ મોત: કાર ચાલાક ફરાર

કારચાલક નશામાં હોવાના મૃતકના પરિવારના આક્ષેપ: કલેક્ટર કચેરીના કચેરીએ મૃતદેહોનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેસતા DYSPની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો

ગોધરા દાહોદ બાયપાસ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં કાર ચાલક બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો કાર ચાલક દારૂના નશામાં હોવાનું મનાઈ રહ્યું છે.

ગોધરાના દાહોદ બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. નશાની હાલતમાં કાર સવાર હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયો મનાઈ રહ્યું છે. બાઈક પર ત્રણ યુવકો રાત્રિ દરમિયાન ફરવા નીકળ્યા હતા તે દરમિાયન પૂર ઝડપે આવી ચઢેલી કારે બાઈક સવાર ઈસમોને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ કાર સવાર ઘટના સ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો

કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોનું અકાળે મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પરિવાજનો આક્ષેપ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની જગ્યાએથી કારના ટૂટેલા કાંચ પણ જોવા મળ્યા હતા. બાઈક પર સવાર ત્રણેય યુવકનો સમયસર સારવાર ન મળતા યુવકોનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે.

પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસની મદદ નહિ મળવાના કારણે ત્રણેય યુવકોના મોત થયા છે આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કચેરીએ મૃતદેહોનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેસતા DYSPની સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે અને અકસ્માત બાદ ફરાર થઈ જનાર કાર ચાલકને ઝડપી પાડવા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે

(12:22 pm IST)