Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે સાયકલ રાઈડનું આયોજન:સાયકલ વીરો ઉત્સાહભેર જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આજરોજ વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરના સાયકલ વીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોરોના કાળમાં ભરૂચ જિલ્લા સહિત વિશ્વમાં મનાવવામાં આવતા તમામ ડે અને ભારત દેશના તહેવારોને કોરોનાનું મોટું ગ્રહણ લાગ્યું છે તેવામાં આજના દિવસે વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે સાયકલ રાઈડનું આયોજન કરાયું હતું

(12:24 pm IST)