Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજ્યમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન : ૩૫ તાલુકામાં ઝાપટાથી અઢી ઈંચ વરસાદ

વીજળીના ચમકારા તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની પધરામણી બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને ડાંગ જિલ્લામાં મેઘો મંડાયો

અમદાવાદ : ગુજરાતમાં વીજળીના ચમકારા તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની પધરામણી થઈ ગઈ છે હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં સામાન્યથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં અઢી ઈંચ થયો છે. ગઈકાલ સાંજથી અમુક જગ્યાએ વરસાદ થયો હતો અને આજે સવારે વરસાદનું જોર વધ્યું છે.

ડાંગ જિલ્લાના વધાઈ અને સાપુતારામાં તથા વલસાડમાં તોફાની પવન વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદનું આગમન થયું છે ડાંગ તાપી વલસાડ દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે તીવ્ર ગતિએ પવન ફંકાઇ રહ્યો છે અને વરસાદ ની જમાવટ થતાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોને રાહત થઇ છે. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન પવન ફંકાઇ રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓ ઉપરાંત સુરત ભચ અને સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર તથા અમરેલી જિલ્લામાં વરસાદ પડશે. શનિવારે ભચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ત્રણ દિવસ વરસાદનું જોર સામાન્ય રહેશે પરંતુ રવિવારથી તેની માત્રા અને વ્યાપમાં વધારો થશે રવિવારે સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દમણ દાદરા નગર હવેલી અમદાવાદ આણદં ખેડા જિલ્લામાં રવિવારે ભારે વરસાદની આગાહી છે.

સોમવારે સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં અને ગુજરાતમાં આણંદ-ખેડા વડોદરા ભચ નર્મદા સુરત અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(1:12 pm IST)