Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેનપુરમાં એસઓજીએ બાતમીના આધારે ઘરમાંથી 1.310 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો

હિંમતનગર:તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેનપુર ગામમાં રહેતા એક શખ્સના ઘરમાંથી એસઓજીએ બાતમીને આધારે મંગળવારે તપાસ કરીને અંદાજે ૧.૩૧૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો. ત્યારબાદ આ શખ્સની અટકાયત કરી તેની વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવાઈ હતી.

આ અંગે એસઓજીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમને એવી બાતમી મળી હતી કે કેનપુર ગામમાં રહેતા એક શખ્સના ઘરમાં ગેરકાયદે ગાંજાનો સંગ્રહ કરાયો છે. જે બાતમીને આધારે એસઓજીના સ્ટાફે કેનપુર ગામે જઈને ગામમાં રહેતા ભવાનસિંહ વિરસિંહ પરમારના ઘરની જડતી લેવામાં આવી હતી.  જેમાં તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી અંદાજે રૃા.૧૩,૧૦૦ ની કિંમતનો ૧.૩૧૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો હાથ લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને માદકદ્રવ્યોનો સંગ્રહ કરવા માટે જરૂરી પાસ પરીમીટ પણ ન હતી.

(4:46 pm IST)