Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બાયડ-મોડાસા હાઇવે નજીક સોસાયટીને નિશાન બનાવી તસ્કરોએ ત્રીસ હજારની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

બાયડ:બાયડ-મોડાસા હાઈવે ઉપર આવેલી બાયડ શહેરમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં ચોર ત્રાટક્યા ત્રીસ હજારની ચોરી થવા પામતા આજુબાજુના રહીશોમાં ભય નો માહોલ પેદા થયો છે.

બાયડ નગરમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં ચોરી થતા બાયડ પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે. બાયડની પોલીસ માત્ર ને માત્ર દેખાવ કરવા માટે રાત્રે પેટ્રોલીંગ કરતી હોય છે. અને હોમગાર્ડ જવાનોને રાત્રીના સમય દરમિયાન તેમને ડયુટી કરવાની હોય છે. ત્યારે હોમગાર્ડ જવાનો રાત્રીના સમયે ઉઘતા હોય છે. 

વિક્રમસિંહ ફતેસિંહ પરમાર (રહે.વાસણામોટા) (હાલ રહે.શિવમ પાર્ક સોસાયટી-બાયડ) તા.૨૮-૪-૨૦૨૧ ના રોજ બિમાર હોવાથી બાયડ ખાતે આવેલુ મકાન બંધ કરીને  મારા પરીવાર સાથે વાસણામોટા ગામે ગયો  હતો ત્યારે ઘરના દરવાજાનું તાળુ તુટેલ હતું ઘરની અંદર જોતા સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તીજોરીનું તાળુ તુટેલ હતુ.

 તીજોરીની અંદર તપાસ કરતા અંદર મુકેલ રોકડ રકમ  ૨૨૦૦૦તથા ચાંદી ના સીક્કા નંગ-૭ચાંદીના છડા કુલ મુદ્દામાલ કિંમત ૩૦,૧૦૦ ની કોઈ ચોર ઈસમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

(4:46 pm IST)