Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અમદાવાદના વિરાટનગરમાં આવેલ ગાંધીપાર્કમાં પીવાનું પાણી છેલ્લા 15 દિવસથી દુષિત આવતા સ્વાસ્થ્યને જોખમ

અમદાવાદ: શહેરનાવિરાટનગરમાં પૂર્વ ઝોનની મ્યુનિ.કચેરી સામે આવેલા ગાંધીપાર્કમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દુષિત આવી રહ્યું છે. જેના કારણે મોટાભાગના રહીશો ઝાડા-ઉલટીમાં પટકાયા છે. રહીશોના મતે ગટર લાઇનમાં પાણીની લાઇન ભળી જતા આદુષિત પાણી આવી રહ્યું છે. પાણીની લાઇન ગટરમાં થઇને પસાર થઇ રહી છે જેના કારણે લાઇન લીકેજ થતા સમસ્યા સર્જાઇ છે. વિરાટનગર રોડ પરની ગાંધીપાર્ક સોસાયટીમાં ૩૦૦ મકાનોના રહીશો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે.અંગે સ્થાનિક અગ્રણી રણજીતસિંહ બારડના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા કોર્પોરેટરના બજેટમાંથી ૧૫ લાખના ખર્ચે સોસાયટીમાં પીવાના પાણીની નવી લાઇન નાંખવામા ંઆવી હતી.  જેમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને મ્યુનિ.અધિકારીઓની ઉદાસીનતાને કારણે પાણીની લાઇન ગટરની ચેમ્બરમાંથી  પસાર કરી દેવાઇ હતી.

(4:47 pm IST)