Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વડોદરામાં ગોરખપુર-અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ યુવતીને હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી ગઠિયો છનનન.....

વડોદરા:ગોરખપુર અમદાવાદ ટ્રેનમાં મુસાફરી  દરમિયાન અજાણ્યો ગઠિયો યુવતીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી છાયાપૂરી રેલવે સ્ટેશન ઉતરી ફરાર થઈ જવાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો છે.

રાજકોટના રહેવાસી રામ નંદલાલ રામ 27 મે ના રોજ ગોરખપુર અમદાવાદ ટ્રેનના કોચ નંબર એસ 7 માં યુપી થી રાજકોટ મુસાફરી કરી રહ્યા હતા. દરમ્યાન તેમની પુત્રીની નજીક  બ્લુ કલરનું ટી-શર્ટ પહેરી 18 થી 20 વર્ષની ઉંમરનો અજાણ્યો યુવક બેસ્યો હતો. આશાપુરી રેલ્વે સ્ટેશન આવતા ફરિયાદીની દીકરીના હાથમાંથી પાસે બેઠેલો અજાણ્યો યુવક રૂપિયા 11990 ની કિંમત ધરાવતો મોબાઇલ ફોન ઝૂંટવી દોટ લગાવી હતી. જેથી ફરિયાદીએ ગઠિયા ને ઝડપી પાડવા બૂમો મારી હતી પરંતુ ગઠિયો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવ સંદર્ભે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:48 pm IST)