Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વડોદરા: અગમ્ય કારણોસર કોર્પોરેશનના સફાઈ કામદારે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી

વડોદરા: શહેરમાં ગેસ એજન્સીના ટેમ્પા  પર મજૂરી કામ કરતા યુવાન અને કોર્પોરેશનના સફાઇ કામદારે રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,ગોત્રી દિનદયાળ નગર વુડાના મકાનમાં રહેતો રાહુલ ઇશ્વરભાઇ સોલંકી કોર્પોરેશનના વોર્ડ નંબર-માં કોન્ટ્રાક્ટ  પર સફાઇ સેવક તરીકે નોકરી કરે છે.આજે સવારે તેની  પત્ની ઘરમાં ચોકડીમાં વાસણ ઘસતી હતી.તે સમયે રાહુલે ગળાફાંસો ખાઇ લીધો હતો.દરમિયાન તેનો ભાઇ ઘરે આવ્યો હતો.અને તેણે રાહુલને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને નીચે ઉતારી એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો.પરંતુ,સારવાર મળે તે  પહેલા તેનું મોત થયુ હતુ.હે.કો.નટવરભાઇએ આપઘાતનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે. 

(4:49 pm IST)