Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વડોદરા: પત્ની સાથે થયેલ ઝઘડામાં પતિએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરમાં પત્ની સાથે ચાલતા ખટરાગના કારણે લોન એજન્ટે ટ્રેન નીચે પડતુ મુકીને જીવન ટૂંકાવી દીધુ હતુ.યુવાનને શોધતા તેના મિત્રોને બનાવની જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.માંજલપુર પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજકોટના જામખંભાળીયા ખાતે રહેતો નિકુંજ ભરતભાઇ  બેન્કની લોન માટે એજન્ટ તરીકેનું કામ કરતો હતો.તેના માતા પિતા વતન રહેતા હતા.અને નિકુંજ ઇલોરાપાર્ક કલ્પના ફ્લેટમા પોતાના મિત્ર સાથે  રહેતો હતો.ગતરાતે મિત્રનું સ્કૂટર લઇને હમણા આવુ છું,તેવુ કહીને ઘરેથી નીકળ્યો  હતો.માંજલપુર રેલવે ફાટકથી થોડે દૂર તેણે સ્કૂટર પાર્ક કર્યુ હતું.અને ત્યાં પોતાના ચપ્પલ અને બે મોબાઇલ ફોન મુકી દીધા હતા.ત્યારબાદ રેલવે ટ્રેક પર જઇને ગરીબ રથ ટ્રેન નીચે પડતું મુકીને તેણે આપઘાત કર્યો હતો.રેલવેના ગેંગમેનને અંગે જાણ થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા.અને માંજલપુર પોલીસને જાણ કરતા હે.કો.સુરેશભાઇ ઘટનાસ્થળે ગયા  હતા.દરમિયાન નિકુંજને ઘરેથી નીકળ્યાને સમય થયો હોય તેના મિત્રેા સતત તેને કોલ કરતા હતા.રેલવેના ગેંગમેને ત્યાં પહોંચી કોલ રિસિવ કરી બનાવની જાણ કરતા નિકુંજના મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા.

(4:49 pm IST)