Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા ત્રણ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઠાસરા:તાલુકાના ડાકોર શહેરના જીલ્લા સો મીલ પાસે ગત તા.૩૦ને રવિવારના રોજ અકસ્માત સર્જાયો હતો.જેમાં સલીમમીયા ફકીરમહમંદ મલેક ડાકોરશહેરના જિલ્લા સો મીલ સામે આવેલ પથ્થરવાળાને ત્યા માં કામ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા તે સમયે ઉમરેઠ તરફથી આવતા એક મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સલીમમીયાને અડફેટ મારી હતી. જેથી તેઓને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે અબ્દુલસત્તાર ફકીરમહંમદ મલેકે ડાકોર પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

કઠલાલ તાલુકાના સરાલીના ગારાજીના પાટીયા પાસે આવેલ બસસ્ટેન્ડ પાસે મંગળવારની ઢળતી બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમાં સેજલબેન ઘરેથી દારાજીના પાટીયા બસસ્ટેન્ડ પાસે આવેલ કરિયાણાની દુકાને વસ્તુ લેવા માટે ગયા હતા.કામ પૂર્ણ કરી પરત આવતા સમયે એક ઇકોગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સેજલબેનને અડફેટ મારી હતી.જેથી સેજલબેનને શરીરે ઇજાઓ પહોચી હતી. પરેશકુમાર રમણભાઇ ઝાલાએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. નડિયાદ-ડાકોર રોડ પર સલુણ ગામની સીમમાં આવેલ એક શોરૂમની સામે મંગળવારની બપોરે અકસ્માત સર્જાયો હતો. મહુડીયાપુરાના સુરાશામળમાં રહેતા જયેશભાઇ તળપદા કામ અર્થે સલુણ ગયા હતા ત્યાથી બપોરના સમયે નડિયાદ શાકભાજી લેવા માટે નિકળ્યા હતા. સલુણ ગામની સિમમાં આવેલ એક શોરૂમ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જયેશભાઇને અડફેટ મારી હતી. જેથી તેઓને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે જયેશભાઇ વિનુભાઇ તળપદાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર, કઠલાલ અને નડિયાદ રૂરલ પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)