Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ભાજપના કોર્પોરેટરનો અશ્લિલ વીડિયો વાયરલ, પક્ષની ફજેતી

ભાજપના વધુ એક નેતાના કરતૂત સામે આવ્યા : બારડોલી નપાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર દક્ષેશ શેઠને વીડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

સુરત, તા. : બારોડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠનો અશ્લિલ વીડિયો વાયરલ થતા ફરી એકવાર ભાજપની ફજેતી થઈ છે. થોડા સમય પહેલા છોટા ઉદેપુરમાં પણ એક યુવતીએ ભાજપના મોટા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેવામાં ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠના વીડિયો કોલ પર રુપલલના સામે નગ્ન થઈને હસ્તમૈથુન કરતો વીડીયો વાયરલ થતા ચકચાર મચી છે.

દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. નગરસેવકના મિનિટ ૫૦ સેકેન્ડના વીડિયોમાં સૌથી પહેલા રુપલલના કપડાં ઉતારે છે અને નગ્ન થઈને યુવતી બીભત્સ હરકતો કરવા લાગે છે. જે બાદ ભાન ભૂલીને નગરસેવક પોતે પણ કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઈ જાય છે અને બીભત્સ હરકતો કરવા લાગે છે.

વીડિયોમાં રુપલલના પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે પરંતુ લલનાને જોઈને લાળ ટપકાવતાં નગરસેવક કેમેરામાં કેદ થઈ જાય છે. નગરસેવક સાથેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે અને પછી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો છે. બુધવારે મોડી સાંજે વીડિયો બારડોલી પંથકમાં સોશિયલ મીડિયામાં ફરવા લાગતા ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયો સામે આવ્યા બાદ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. અંગે જણાવતાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ કહ્યું કે, બુધવારે તેમનો બીભત્સ વીડિયો વાયરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય.

એક ચર્ચા એવી પણ છે કે જેમનો વીડિયો વાયરલ થયો છે તે નગર સેવકને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેમાં તેઓ તાબે થતાં તેમનો વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યો હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમય પહેલા બારડોલીમાં એક મોટા વેપારી પણ હનીટ્રેપમાં ફસાયા હોવાની અને ત્યાર બાદ નગરસેવકનો વીડિયો સામે આવ્યા ઉપરાંત બીજા પણ અનેક યુવાનો પ્રકારે ફસાયો હોવાની વાત ઉઠી રહી છે. ટોળકીમાં સોશિયલ મીડિયા મારફત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવતી પહેલા ચેટિંગ કરે છે અને ત્યારબાદ વીડિયો કોલ કરીને અશ્લિલ હરકતો કરે છે. જેથી સામે યુવક હોશ ગુમાવે છે જે બાદ તે સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને રુપિયા સહિત અનેક બાબતોની માગણી કરવામાં આવે છે.

(7:46 pm IST)