Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

GTUના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન

પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે

અમદાવાદ :સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. જેના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (GTU) સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ 1 જૂનથી 21 જૂન 2021 સુધી 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ યોગશિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

યોગ એ સમગ્ર વિશ્વને ભારત તરફથી મળેલી મહામૂલી ભેટ છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવામાં માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. જીટીયુ દ્વારા આયોજીત આ યોગ શિબિરમાં યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંક્રમિત થઈને કોરોના નેગેટિવ થયેલા દર્દીઓ પણ પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. આ ઉપરાંત કોવિડમાં પણ ઝડપથી સ્વસ્થતા‌ કેળવવા , ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારવા માટે વિવિધ પ્રકારના સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે.

જીટીયુના ફેસબુક પેજ પર સાંજે 5 : 30 થી 6 : 15 કલાક સુધી ફેસબુક લાઈવના માધ્યમ થકી દરેક જનસામાન્ય આ યોગ શિબિરનો લાભ 21 જૂન સુધી મેળવી શકશે. જેનું સમાપન આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસના દિને કરવામાં આવશે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમગ્ર આયોજન બદલ જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી.

(7:51 pm IST)